Psalms 150

1યહોવાહની સ્તુતિ કરો.
તેમના પવિત્રસ્થાનમાં તેમની સ્તુતિ કરો;
આકાશો તેમના પરાક્રમનો પ્રદેશ છે, તેમાં તેમની સ્તુતિ કરો.
2તેમનાં પરાક્રમી કાર્યો માટે તેમની સ્તુતિ કરો;
તેમના ઉત્તમ માહાત્મ્ય પ્રમાણે તેમની સ્તુતિ કરો.

3રણશિંગડાં વગાડીને તેમની સ્તુતિ કરો;

સિતાર તથા વીણાથી તેમની સ્તુતિ કરો.
4ખંજરી વગાડીને તથા નૃત્યસહિત તેમની સ્તુતિ કરો;
સારંગી તથા શરણાઈ સાથે તેમની સ્તુતિ કરો.
5તીવ્ર સૂરવાળી ઝાંઝો સાથે તેમની સ્તુતિ કરો;
ઝાંઝોના હર્ષનાદ સાથે તેમની સ્તુતિ કરો.

6શ્વાસોચ્છવાસ લેનારાં સર્વ યહોવાહની સ્તુતિ કરો.

યહોવાહની સ્તુતિ કરો.
Copyright information for GujULB